મહિસાગરમાં 123 કરોડનું નલ સે જળ કૌભાંડ

મહીસાગર જિલ્લામાં 'નળ સે જળ' યોજના હેઠળ થયેલા આશરે ૧૨૩ કરોડ રૂપિયાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કૌભાંડના ૧૨ મુખ્ય આરોપીઓમાંથી એક, અલ્પેશ પરમાર, જે વાસ્મો (WASMO) કચેરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો અને કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંનો એક મનાય છે, તેને CID ક્રાઇમ બ્રાન્ચે સાઠંબા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને લુણાવાડા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે તેના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

సంబంధిత పోస్ట్