અમદાવાદમાં નકલી કોસ્મેટિક્સનો પર્દાફાશ

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી પંચભાઈની પોળમાં નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સના વેચાણનો પર્દાફાશ થયો છે. SOG દ્વારા કરવામાં આવેલી આ મહત્વની કાર્યવાહીમાં બે કોસ્મેટિક્સ દુકાનો પર દરોડા પાડીને કુલ ₹6.90 લાખની કિંમતનો ૧,૨૨૧ નંગ નકલી માલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન દુકાનોમાંથી શેમ્પૂ, ક્રીમ, ડેવલપર અને હેર માસ્ક જેવી વસ્તુઓ મળી આવી હતી. પોલીસે બંને દુકાનના સંચાલકો વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

సంబంధిత పోస్ట్

✕
✕