શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઈ નેશન વનડે સિરીઝની બીજી મેચ ભારત-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ભારત-A એ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકા-A ને 8 રનથી હરાવ્યું હતું. ગુરુવારે દામ્બુલામાં વરસાદની 50% સંભાવના છે, જે રમત પર અસર કરી શકે છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.