રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે દ્વારકા જિલ્લાના ગુંદા ગામ સહીત આજુબાજુ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજના સુમારે પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું વરસ્યું છે. સાથે જ કચ્છ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.