SRHના માલિક કાવ્યા મારન દુલ્હન બનશે

સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર વચ્ચેના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અટકળોનો દોર ફરી શરૂ થયો છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ કલાનિધિ મારન અને કાવેરી મારન સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે. આ મુલાકાત બાદ એવી ચર્ચાઓ છે કે તેઓ પોતાની પુત્રી કાવ્યા મારનના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા હતા. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ પોસ્ટ બાદ આ હાઈ-પ્રોફાઈલ લગ્નને લઈને ફરીથી અટકળો વહેતી થઈ છે.

సంబంధిత పోస్ట్

✕
✕