ઉત્તરાખંડના રુદ્રપુરમાં પોલીસ તપાસથી બચવા માટે પૂરઝડપે જઈ રહેલા એક મોટરસાયકલ પરથી મહિલા નીચે પટકાઈ હતી. અકસ્માત બાદ બાઈક ચાલક સ્થળ પર રોકાયા વગર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ત્યાં હાજર ટ્રાફિક પોલીસે મહિલાની તુરંત મદદ કરી અને પ્રાથમિક સારવાર અપાવી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે ફૂટેજના આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. સદનસીબે મહિલાને સામાન્ય ઈજાઓ જ પહોંચી છે.